GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
અનુ-મૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરસૈની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો. 2. કવિવર કાલિદાસની પહેલાનાં સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રિમ સ્થાન ધરાવે છે. 3. ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલીશ-લકુલીશ અવતાર લોકપ્રિય ગણાતો.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના બંધારણના અનુચ્છેદ 22 હેઠળ નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. વ્યક્તિને તેની પસંદગીના ધારાશાસ્ત્રીની સલાહ લેવાનો અને તેની મારફતે પોતાનો બચાવ કરવાનો હક્ક છે. 2. વ્યક્તિને તેની ધરપકડના કારણો જાણવાનો હક્ક છે. ૩. ઉપરોક્ત બે જોગવાઈઓ શત્રુદેશની વ્યક્તિ અથવા નિવારક અટકાયત માટેની જોગવાઈ કરતા કોઈ કાયદા અનુસાર ધરપકડ કરાયેલી અથવા અટકમાં રાખેલી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહીં.