GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં જાહેર સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 1974 માં કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D માં વર્ગીકૃત કરવામાં આવી હતી. 2. હાલમાં ગ્રુપ A જુદી જુદી 91 સેવાઓનો સમાવેશ કરે છે. 3. ભારતના બંધારણના અનુચ્છેદ 310 અનુસાર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવાના અધિકારીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે. 4. રેલ્વે કર્મચારીવર્ગ સેવાઓ કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A હેઠળ આવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં લોકઅદાલતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 2002 માં સુધારેલ કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ 1987 એ કાયમી લોકઅદાલતોની સ્થાપના જોગવાઈ કરી. 2. કાયમી લોકઅદાલત અધ્યક્ષ ધરાવે છે કે જે જીલ્લા ન્યાયાધીશ અથવા વધારાના જીલ્લા ન્યાયાધીશ હોય અથવા રહી ચૂક્યા હોય. 3. કાયમી લોકઅદાલત જાહેર સેવાઓમાં પર્યાપ્ત અનુભવ ધરાવતા બે નિષ્ણાતોનું બનેલું હશે. 4. કાયમી લોકઅદાલતની નાણાકીય હકૂમત રૂપિયા એક કરોડ સુધીની રહેશે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પર્યાવરણ, વન અને જળવાયુ પરીવર્તન મંત્રાલય અનુસાર પાવરપ્લાન્ટના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. વર્ગ A પાવર પ્લાન્ટ - નેશનલ કેપીટલ રીજીયન અને 10 લાખથી વધુ વસ્તુ ધરાવતા શહેરોની 10 કિ.મી. ત્રિજ્યામાં 2. વર્ગ B પાવર પ્લાન્ટ - ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારો (critically polluted areas ) અથવા નોન એટેનમેન્ટ(non-attainment) શહેરોની 10 કિ.મી. ત્રિજ્યામાં 3. વર્ગ C પાવર પ્લાન્ટ – નદીપટની 10 કિ.મી. ત્રિજ્યામાં 4. વર્ગ D પાવર પ્લાન્ટ - વર્ગ A, B અને C માં આવતાં ના હોય એવા તમામ અન્ય પાવર પ્લાન્ટ