GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતની આર્થિક મોજણી 2020-2021 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ભારત આર્થિક મોજણી 2020-2021 કોવિડ યોધ્ધાઓ (વોરિયર્સ)ને સમર્પિત કરવામાં આવી હતી. 2. ભારતનું વાસ્તવિક ઘરગથ્થુ ઉત્પાદનની (GDP) નાણાકીય વર્ષ 2021-22 માં 11% વૃદ્ધિ નોંધાશે અને નોમિનલ (Nominal) GDP 15.4% વધશે કે જે સ્વતંત્રતા બાદ સૌથી વધુ છે. 3. ભારતે ચાર સ્તંભ - નિવેશ (containment), રાજવૃત્તીય (fiscal), નાણાકીય (financial) અને લાંબા ગાળાના માળખાકીય સુધારાઓ - વાળી વ્યૂહરચના અપનાવી છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આલ્બેડો (Albedo) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પૃથ્વીનો સરાસરી આબ્લેડો 30-35% ની શ્રેણીમાં હોય છે પરંતુ તે અલગ અલગ વિસ્તારો માટે બદલાય છે. 2. પાણી 0.1 નો ઓછો આલ્બેડો ધરાવે છે. 3. વાદળાઓ સામાન્ય રીતે ઊંચો આબ્લેડો દર્શાવે છે પરંતુ ખરેખર વાદળાની ઘનતા ઉપર આધાર રાખે છે. 4. જંગલો ઊંચો આબ્લેડો ધરાવે છે અને તેથી વધુ સૂર્યપ્રકાશ શોષે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વ્યક્તિગત અને રાષ્ટ્રીય આવક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. વ્યક્તિગત આવક એ એકંદરે કમાયેલ (earned) આવક અને ન કમાયેલ (unearned) આવક છે. 2. રાષ્ટ્રીય દેવા (National Debt) ઉપરના વ્યાજનો સમાવેશ વ્યક્તિગત આવકમાં થાય છે. 3. કંપનીઓનો વણવહેંચાયેલો નફો અને કોર્પોરેટ કરવેરાઓ પણ વ્યક્તિગત આવકનો ભાગ છે. 4. ટ્રાન્સફર રસીદ (Transfer Receipt) અથવા ચુકવણીઓનો સમાવેશ રાષ્ટ્રીય આવક હેઠળ થાય છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો સ્નાતકો દ્વારા ચૂંટવામાં આવશે. 2. આ સ્નાતકો પાંચ વર્ષથી સ્નાતકો હોવા જોઈએ અને રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ. 3. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો માધ્યમિક ધોરણથી ઓછીના હોય તેવી રાજ્યની શાળાના ઓછામાં ઓછા ત્રણ વર્ષ શિક્ષક રહ્યાં હોય તેના દ્વારા ચૂંટવામાં આવશે. 4. રાજ્ય વિધાન પરિષદમાં શિક્ષક મતદાર વિભાગમાંથી વિશ્વ વિદ્યાલયોના શિક્ષકો મત આપવાની પાત્રતા ધરાવતા નથી.