GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન (SFCs) એ ભારતીય બેકિંગ પધ્ધતિની મહત્ત્વની પાંખ છે. સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશનના સંદર્ભમાં નીચેની માહિતી વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો. (I) SFCs ની સ્થાપના સ્ટેટ ફાઈનાન્શીયલ કોર્પોરેશન એક્ટ, 1952 ની જોગવાઈઓ દ્વારા થઈ છે. (II) SFCs ના કાર્યો IFCI જેવા છે. (III) છેલ્લા વર્ષોમાં, SFCs ના સહાયનો મોટો ભાગ પછાત વિસ્તારના નાના ઉદ્યોગોમાં રોકાયેલ છે. (IV) SFCs એ રાજ્ય સરકાર અને IDBI ના અંકુશમાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ. (II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી. (III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે. (IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
દ્વિનોંધી નામાપધ્ધતિ અને એકનોધી નામાપધ્ધતિના તફાવતના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો સાચું / સાચાં છે ? (I) દ્વિનોંધી નામાપધ્ધતિમાં વિવિધ પેટાનોંધો જેવી કે વેચાણનોંધ, ખરીદનોંધ વિગેરે ચોપડા રાખવામાં આવે છે, જ્યારે એકનોંધી નામાપધ્ધતિમાં રોકડમેળ સિવાય કોઈ પેટાનોંધોના ચોપડા રાખવામાં આવતા નથી. (II) દ્વિનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય નથી. પરંતુ એકનોંધી નામાપધ્ધતિમાં કાચું સરવૈયું તૈયાર કરવું શક્ય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
“મુક્ત વેપાર એ વ્યાપાર નીતિની એવી પધ્ધતિ છે જે ઘરેલું અને વિદેશી વસ્તુઓ વચ્ચે કોઈ જ ભેદ રાખતી નથી અને તેથી વધારાનો બોજ પછી લાદવામાં આવતો નથી અને પહેલાંની કોઈ ખાસ તરફેણ મંજૂર કરવામાં આવતી નથી.’’ મુક્ત વેપારની આ વ્યાખ્યા ___ દ્વારા આપવામાં આવે છે.