GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
‘‘ઉત્કલ્પના એ માનવે શોધેલું સૌથી શક્તિશાળી સાધન છે, જેના દ્વારા નવું જ્ઞાન સંપાદિત કરી શકાય છે." પરિકલ્પનાની ઉપરની વ્યાખ્યા ___ એ આપી છે.

પી. વી. યંગે
કાર્લ પિયર્સને
વુડવર્થે
એફ. એન. કર્લિગરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
હિસાબી ધોરણ મુજબ સેગમેન્ટ રિપોર્ટીંગ (વિભાગીય અહેવાલની રજૂઆત)ના સંબંધિત નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ?
(I) આ હિસાબી ધોરણનો ઉદ્દેશ ઉદ્યોગ સાહસ (એન્ટરપ્રાઈઝ)ની નાણાકીય માહિતીના અહેવાલના સિધ્ધાંત સ્થાપિત કરવાનો છે કે જે વિવિધ પ્રકારની પેદાશો અને સેવાઓ ઉત્પાદિત કરી, વિવિધ ભૌગોલિક વિસ્તારમાં કામગીરી કરે છે.
(II) ઉદ્યોગ સાહસે (એન્ટરપ્રાઈઝ) આ હિસાબીધોરણની પંસદગીયુક્ત જરૂરિયાતનું પાલન કરવું જોઈએ.
(III) જો એક જ નાણાકીય અહેવાલમાં પિતૃ કંપનીના એકત્રિત નાણાકીય પત્રકો અને અલગ નાણાકીય પત્રકો હોય તો, વિભાગીય માહિતી એકત્રિત નાણાકીય પત્રકના આધારે જ રજૂ થાય છે.

માત્ર (I) અને (II) સાચાં છે.
એકપણ સાચું નથી.
માત્ર (I) અને (III) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી અને મહેસુલી ખાતાંના સંબંધિત નીચેના વિધાનો વિચારો.
(I) તમામ મહેસુલી ખાતાઓ અને આવકો વેપાર અને નફા-નુકશાન ખાતે લઈ જવામાં આવે છે અને તમામ મૂડી ખર્ચાઓ અને આવકો પાકા સરવૈયાંમાં લઈ જવામાં આવે છે.
(II) કાયમી મિલકતનો ઘસારો, ધંધાકીય લોનનું વ્યાજ, કાયમી મિલકતના વેચાણની ખોટ અને અપ્રચલિત મિલકતનો ખર્ચ - મહેસુલી ખર્ચ તરીકે મહેસુલી ખાતામાં નોંધાય છે.

માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંનેમાંથી એકપણ સાચાં નથી
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ફુગાવાનો દર, બેરોજગારીનો દર અને પેદાશના ઉત્પાદન માટે ક્ષમતાનો ઉપયોગ શોધવા માટે જે પધ્ધતિ વપરાય છે તેને ___ કહેવાય છે.

માહિતી નિકાસ પ્રયુક્તિઓ
માહિતી આયાત પ્રયુક્તિઓ
પૂર્વાનુમાન પ્રયુક્તિઓ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતના વિદેશ વ્યાપારની દિશા સંદર્ભમાં કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) સ્વતંત્રતા પૂર્વે, ભારતીય વિદેશ વેપારની દિશા, તુલનાત્મક ખર્ચે લાભના આધારે નિશ્ચિત થતી.
(II) આયોજનના સમયગાળા દરમિયાન સમગ્ર ભારતે મહત્તમ આયાતો USAમાંથી મેળવેલ છે.

(I) અને (II) બંને સાચાં છે.
માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP