Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મધ્યસ્થના સંખ્યાબંધ ફાયદાઓ છે. નીચેના પૈકી કો મધ્યસ્થનો ફાયદો નથી ?

સ્પષ્ટપણે વિષમતા ધરાવતા વિતરણ જેવાં કે આવકનું વિતરણ કે કિંમતના વિતરણમાં ગાણીતિક સરેરાશ કરતા મધ્યસ્થ વધુ ઉપયોગી છે.
તે ખાસ કરીને નિશ્ચિત અંત ધરાવતા વર્ગોના કિસ્સામાં ઉપયોગ થાય છે.
ગુણાત્મક માહિતી માટે આ સૌથી યોગ્ય સરેરાશ છે.
આત્યંતિક મૂલ્યો મધ્યસ્યને અસર કરતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે :
(I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી.
(II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.

માત્ર (I)
(I) અને (II) બંને
માત્ર (II)
(I) અને (II) બંને નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાહેર દેવાના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો.
(I) કેન્દ્ર સરકારની જામીનગીરીઓએ બિનવેચાણપાત્ર દેવાંનાં સાધનો છે.
(II) રાજ્ય સરકારની જામીનગીરીઓ એ વેચાણપાત્ર દેવાંનાં સાધનો છે.
(III) ટ્રેઝરી બિલ્સ એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે.
(IV) નાની બચતો એ બિનવેચાણપાત્ર દેવાંના સાધનો છે.

(I) સિવાય બધાં જ સાચાં છે.
(II) સિવાય બધાં જ સાચાં છે.
(IV) સિવાય બધાં જ સાચાં છે.
(III) સિવાય બધાં જ સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મૂડી ગિયરીંગ ગુણોત્તર એ સ્થિર વ્યાજવાળા ભંડોળ અને ઈક્વિટી શૅરહોલ્ડરના ભંડોળનું પ્રમાણ છે. નીચેના પૈકી કયું મૂડી ગિયરીંગ ગુણોત્તરના સંબંધિત નથી ?

તે ઈક્વીટી શૅરહોલ્ડરની કમાણીની નબળાઈની કક્ષા સૂચવે છે.
સ્થિર વ્યાજવાળા ભંડોળના ગુણોત્તરમાં પ્રેફરન્સ શૅરનો સમાવેશ થતો નથી.
તે સંસ્થામાં સ્થિર વ્યાજવાળા ભંડોળમાં ફેરફાર થવાથી ઈક્વીટી શૅરહોલ્ડરોને મળતા લાભોમાં થતા ફેરફાર સૂચવે છે.
તે પેઢીને સંકેત આપે છે કે જે ઈક્વીટી પરનો વેપારની કામગીરી કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ પડતરની વિવિધ પધ્ધતિઓ અને તેને ઉપયોગમાં લેવામાં આવતી કંપનીઓ / સંસ્થા છે. આ પરથી સાચું ન હોય તે શોધો.

સંયુક્ત પડતર પધ્ધતિ – પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીઝ
સેવા પડતર પધ્ધતિ – ગૅસ અને વીજળી
પ્રક્રિયા પડતર પધ્ધતિ – રાસાયણિક ફેક્ટરીઓ
બૅચ પડતર પધ્ધતિ – સામાન્ય એન્જીનીયરીંગ ફેક્ટરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જાવક કિંમત (Issue Price) = સ્ટોકની કુલ પડતર ÷ કુલ જથ્થો – આ સમીકરણ દ્વારા પડતરની કઈ પધ્ધતિ રજૂ થાય છે ?

ચલિત ભારિત સરેરાશ કિંમત પધ્ધતિ
પ્રમાણ કિંમત પધ્ધતિ
ભારિત સરેરાશ કિંમત પધ્ધતિ
ચલિત સાદી સરેરાશ કિંમત પધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP