GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે જે પશ્ચિમમાં વહે છે અને નદીમુખ બનાવે છે. 2. પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળવિભાજક છે. 3. નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલ ફાટખીણમાંથી વહે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. જો ધોરણ 6 માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 હોય, તો ધોરણ 6, 7 અને 8 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના કેટલા ટકા છે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો. ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા. iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.