GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રમેશે તેની કંપનીના પાંચ ઉપ પ્રમુખોના માસિક પગારનું વિશ્લેષણ કર્યું. બધા પગારના આંકડા પૂર્ણાંક લાખમાં છે. પગારના આંકડાનો મધ્યક અને મધ્યસ્થ રૂ. 5 લાખ છે તથા તેનો એકમાત્ર બહુલક રૂ. 8 લાખ છે. આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ મહત્તમ અને લઘુતમ પગાર (રૂ. લાખમાં) નો સરવાળો દર્શાવે છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. બૃહદેશ્વર મંદિર II. શોર મંદિર III. તુંગનાથ IV. વિરુપક્ષા a. મહાબલિપુરમ્ b. તંજાવુર c. હમ્પી d. રૂદ્રપ્રયાગ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. રાજરાજ ચોલ પ્રથમે જમીન સર્વેક્ષણ અને આકારણીના પ્રોજેક્ટની શરૂઆત કરી. II. કેરળના ભાસ્કર રવિવર્મન રાજરાજ ચોલ પ્રથમના સમકાલીન હતાં. III. રાજેન્દ્ર પ્રથમના સૌથી જયેષ્ઠ પુત્ર રાજાધિરાજની હત્યા તેના નાના ભાઈ કલોત્તુંગ દ્વારા કરવામાં આવી હતી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અર્ધન્યાયિક સંસ્થાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. અર્ધન્યાયિક સંસ્થાઓ ન્યાયાલય જેવી જ સત્તાઓ અને કાર્યવાહીઓ ભોગવે છે. 2. સામાન્ય રીતે ટ્રીબ્યુનલો આવી વિશેષતાઓ ધરાવે છે. 3. કેન્દ્રીય માહિતી આયોગ એ અર્ધન્યાયિક સંસ્થા છે. 4. તેમની સત્તાઓ ખૂબ જ વિશિષ્ટ ક્ષેત્રો પૂરતી સીમીત હોય છે.