સમય અને અંતર (Time and Distance)
એક વાહન 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી 3 કલાક મુસાફરી કરે છે. આ વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમય આપવામાં આવે તો પરત આવતા ગતિ કેટલી રાખવી પડશે ?
અંતર = ઝડપ X સમય = 60×3 = 180 કિ.મી. વાહન જવા માટે 180 કિ.મી. અંતર કાપે છે. તો પરત 180 કિ.મી. આવવું પડે. ્્ પરત આવતા ઝડપ = અંતર/સમય =180/2 = 90 કિ.મી./કલાક
સમય અને અંતર (Time and Distance)
એક બસ ત્રણ કલાકમાં 150 કિ.મી. અંતર કાપે છે. અને પછીના બે કલાકમાં પ્રતિકલાક 60 કિ.મી.ની ઝડપે મુસાફરી કરે છે. બસની પ્રતિકલાક સરેરાશ ઝડપ શોધો.
પ્રથમ ત્રણ કલાકમાં = 150 કિ.મી. પછીના બે કલાકમાં = 2 × 60 = 120 કિમી. અંતર = સમય X ઝડપ કુલ અંતર = 150 + 120 = 270 કિ.મી. કુલ સમય = 3 + 2 = 5 કલાક સરેરાશ ઝડપ = કુલ અંતર/કુલ સમય = 270/5 = 54 કિ.મી./કલાક
સમય અને અંતર (Time and Distance)
એક વિમાન 240 Km/hr ની ઝડપે એક શહેરથી બીજા શહેર 5 કલાકમાં પહોંચે છે. જો આ અંતરે 1(2/3) કલાકમાં કાપવું હોય તો વિમાનની ઝડપ કેટલી રાખવી જોઈએ ?
સમય અને અંતર (Time and Distance)
36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામસામેથી આવે છે. ઘીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.
સમય અને અંતર (Time and Distance)
120 કિ.મી./કલાકની ઝડપે દોડતી 270 મીટર લાંબી ટ્રેન સામેથી 80 કિ.મી./કલાકની ઝડપે આવતી ટ્રેનને 9 સેકન્ડમાં પસાર કરે છે, તો બીજી ટ્રેનની લંબાઈ કેટલી હોય ?