GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જાહેર ક્ષેત્રની સુધારણાના ભાગરૂપે ભારત સરકારે વિનિવેશની બે પદ્ધતિઓ અપનાવી.આ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે? i. પસંદગીના જાહેર ક્ષેત્રના એકમોના શેરનું વેચાણ કરવું એ વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી. ii. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગી ક્ષેત્રની કંપનીને વેચાણ કરવું એ વિનિવેશની બીજી પદ્ધતિ હતી. iii. પ્રથમ પદ્ધતિનો ઉપયોગ 1991-92 થી 1998-99ના સમયગાળા દરમ્યાન થયો. iv. બીજી પદ્ધતિનો ઉપયોગ 1999-2000 થી 2003-04 ના સમયગાળા દરમ્યાન થયો.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
બંધારણ સભા બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. બંધારણ સભા રજવાડાઓમાંથી સીધા ચૂંટાયેલા સભ્યોની બનેલી હતી. 2. બંધારણ સભામાં બ્રિટીશ ભારતીય પ્રાંતોના સદસ્યો, પ્રાંતીય વિધાનસભાઓના સભ્યો દ્વારા પરોક્ષ રીતે ચૂંટવામાં આવ્યા હતા. 3. બંધારણ સભા અંશતઃ પરોક્ષ રીતે ચૂંટાયેલા અને અંશતઃ નામાંકિત સંસ્થા તરીકે કરવાનું આયોજન હતું.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
BIMSTEC બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. બેંગકોક ખાતે પેટા પ્રાદેશિક જૂથની સ્થાપના કરવામાં આવી અને 1997 માં BIMT-EC નામ આપવામાં આવ્યું. 2. પછીથી તેમાં શ્રીલંકા પૂર્ણ સદસ્ય તરીકે જોડાયું અને નામ બદલીને BIMSTEC કરવામાં આવ્યું. 3. 2004માં નેપાળ અને ભૂતાનને પૂર્ણ સદસ્યતા આપવામાં આવી.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મૂળભૂત હક્કો અને કાનૂની હક્કો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મૂળભૂત હક્કોના ઉલ્લંઘનના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિ સીધો જ ઉચ્ચતમ ન્યાયાલયમાં અરજી દાખલ કરી શકે છે. 2. કાનૂની હક્કોના કિસ્સામાં ભોગ બનેલી વ્યક્તિએ રાબેતા મુજબની ન્યાયિક પ્રક્રિયાને અનુસરવી પડે છે. 3. ભારતના બંધારણમાં ભાગ III સિવાય કોઈપણ ભાગમાં કાનૂની હક્કોની જોગવાઈ કરવામાં આવી છે.