GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો. • આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત. • પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું. • આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો. • પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું. • ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું. • મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી. આંધ્રપ્રદેશે ક્યા વારે પ્રદર્શન રજૂ કર્યું ?
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્લોકચેન ટેકનોલોજી (Blockchain Technology) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તેને ડીસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (Distributed Ledger Technology) પણ કહે છે. 2. બ્લોકચેન ટેકનોલોજીને સમજવા માટે ગુગલ ડોક્યુમેન્ટ એક સરળ સમરૂપતા (analogy) છે. 3. આ ટેકનોલોજીમાં દરેક ચેન બહુવિધ બ્લોક્સનું બનેલું હોય છે અને દરેક બ્લોક પાયાના ત્રણ તત્ત્વો ધરાવે છે. 4. 32-બીટ (bit) નો સંપૂર્ણ આંક નોન્સ (Nonce) કહેવાય છે કે જે બ્લોકચેન ટેકનોલોજીમાં પાયાનું તત્ત્વ છે.