GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બરાકપુરના ‘બળવા’ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો. 2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી. 3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લશ્કરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે. કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા. નીચે પૈકી કયા કારખાનામાં ચોખાનું વેચાણ મહત્તમ થયું ?
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નિર્દેશ : એક કળા અને સાંસ્કૃતિક પ્રદર્શનમાં સોમવારથી શનિવાર દરમ્યાન 5 જુદા જુદા રાજ્યોએ જુદા જુદા દિવસે પ્રદર્શન રજૂ કર્યું. આ 6 દિવસો પૈકી એક દિવસ વિરામ દિવસ હતો. • આ પાંચ રાજ્યો આ મુજબ હતા – આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરાખંડ અને ગુજરાત. • પ્રતિ દિવસ માત્ર એક રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું. • આંધ્રપ્રદેશ અને ગુજરાતે રજૂ કરેલ પ્રદર્શનની વચ્ચેનો દિવસ વિરામ દિવસ હતો. • પંજાબે તેનું કળા પ્રદર્શન ઉત્તરાખંડની પહેલા કર્યું. • ગુજરાત અને પંજાબ વચ્ચે 2 દિવસનું અંતર હતું. તથા ગુજરાતે પંજાબ પહેલા પ્રદર્શન રજૂ કર્યું. • મહારાષ્ટ્રએ શનિવારે પ્રદર્શન રજૂ કરેલ નથી. સોમવારે કયા રાજ્યએ પ્રદર્શન રજૂ કર્યું ?