GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ઓપ્ટિકલ ફાઈબર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઓપ્ટિકલ ફાઈબર મોટા ભાગે અવાજનું વહન કરવા માટે વપરાય છે.
2. ઓપ્ટિકલ ફાઈબરમાં સંસેતોનું પ્રસારણ સંપૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા થાય છે.
3. ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ દૂરસંચાર અને કમ્પ્યુટર નેટવર્કીંગ માટેના માધ્યમ તરીકે થાય છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ઉપર પ્રતિબંધો બાબતે નીચેના પૈકી કયાં વિધાની સાચાં છે ?
1. તે વાણીજ્ય બેંકો સાથે હરીફાઈ કરી શકશે નહીં.
2. તે થાપણો ઉપર વ્યાજ ચૂકવશે નહીં.
3. તે સીધી અથવા આડકતરી રીતે વેપાર કરી શકશે નહીં.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ચાર સભ્યોની સમિતિની ભલામણો ઉપર થાય છે.
2. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો હોદ્દો ત્રણ વર્ષના સમય માટે અથવા 65 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી ધારણ કરે છે.
3. રાજ્યપાલ રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર અથવા અન્ય કોઈપણ માહિતી કમિશ્નરોને દૂર કરી શકે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ચક્રવાતો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઉષ્ણ કટિબંધના તોફાની ચક્રવાતો હરિકેન કે ટાઈફૂન તરીકે ઓળખાય છે.
2. મેક્સિકોના એટલાંટિક કિનારા પાસે નિર્માણ થતાં ચક્રવાત હરિકેન તરીકે ઓળખાય છે.
3. ભારતના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા ચક્રવાતો ‘‘વિલી-વિલી’’ તરીકે પણ ઓળખાય છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્લોકચેન ટેકનોલોજી (Blockchain Technology) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તેને ડીસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (Distributed Ledger Technology) પણ કહે છે.
2. બ્લોકચેન ટેકનોલોજીને સમજવા માટે ગુગલ ડોક્યુમેન્ટ એક સરળ સમરૂપતા (analogy) છે.
3. આ ટેકનોલોજીમાં દરેક ચેન બહુવિધ બ્લોક્સનું બનેલું હોય છે અને દરેક બ્લોક પાયાના ત્રણ તત્ત્વો ધરાવે છે.
4. 32-બીટ (bit) નો સંપૂર્ણ આંક નોન્સ (Nonce) કહેવાય છે કે જે બ્લોકચેન ટેકનોલોજીમાં પાયાનું તત્ત્વ છે.

ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેઈન્જ (UNFCCC) દ્વારા ઈનીશીયલ નેશનલી ડીટરમાઈન્ડ કોન્ટ્રીબ્યુશન્સ સીન્થેસીસ રીપોર્ટ જારી કરવામાં આવ્યો. આ અહેવાલ ___ ખાતે યોજાનાર આગામી ___ માટે દેશોના આબોહવા પગલાઓનું માપન કરે છે.

માદ્દીદ, COP25
મદાગાસ્કર, COP25
ગ્લાસગૌ, COP26
વેનિસ, COP26

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP