GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ વચ્ચે થયેલ સંધિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સેલ્યુકસે કાબુલ, કંદહાર, હેરાત અને બલૂચિસ્તાનના પ્રદેશ ચંદ્રગુપ્તને સુપ્રત કર્યા. 2. સેલ્યુકસે પોતાની પુત્રી ચંદ્રગુપ્ત સાથે પરણાવી મૌર્ય સમ્રાટ સાથે લગ્નસંબંધ બાંધ્યો. 3. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્ર અને કચ્છનો પ્રદેશ સેલ્યુકસને સુપ્રત કર્યો.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પાક પધ્ધતિઓ (Cropping Patterns) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. મિશ્ર પાક પધ્ધતિ (Mixed Cropping Pattern) એટલે કોઈપણ જાતની નિશ્ચિત કતાર ગોઠવણી વગર એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધુ પાક ઉગાડવો. 2. આંતરપાક પધ્ધતિ (Inter Cropping Pattern) એટલે 2 થી 3 મહીના વિરામ બાદ એ જ ખેતરમાં બે કે તેથી વધુ પાક ઉગાડવા. 3. ક્રમ પાક પધ્ધતિ (Sequence Cropping Pattern) એટલે અગાઉના પાકની લણણી (harvesting) થાય તે પહેલા અન્ય પાકના બીજ રોપવામાં આવે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતની આર્થિક મોજણી 2020-2021 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ભારત આર્થિક મોજણી 2020-2021 કોવિડ યોધ્ધાઓ (વોરિયર્સ)ને સમર્પિત કરવામાં આવી હતી. 2. ભારતનું વાસ્તવિક ઘરગથ્થુ ઉત્પાદનની (GDP) નાણાકીય વર્ષ 2021-22 માં 11% વૃદ્ધિ નોંધાશે અને નોમિનલ (Nominal) GDP 15.4% વધશે કે જે સ્વતંત્રતા બાદ સૌથી વધુ છે. 3. ભારતે ચાર સ્તંભ - નિવેશ (containment), રાજવૃત્તીય (fiscal), નાણાકીય (financial) અને લાંબા ગાળાના માળખાકીય સુધારાઓ - વાળી વ્યૂહરચના અપનાવી છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મોતિયા (Cataract) ના લક્ષણોમાં નિસ્તેજ રંગો દેખાવા, ઝાંખી દૃષ્ટિ, પ્રકાશની આસપાસ પ્રભામંડળનો સમાવેશ થાય છે. 2. આંખના લેન્સની કેન્દ્રીય લંબાઈ ગમે તેટલી હદ સુધી ઘટાડી શકાય છે. 3. નેત્રપટલ (retina) મોટી સંખ્યામાં પ્રકાશ સંવેદનશીલ કોષો ધરાવે છે કે જે તેના ઉપર પ્રકાશ પડતાં સક્રિય થાય છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ બાબતો સંઘ જાહેર સેવા આયોગની કાર્યકારી હકૂમત (functional jurisdiction) ની બહાર રાખવામાં આવી છે ? 1. પછાત વર્ગના નાગરીકોના તરફેણમાં નિમણૂક અથવા જગ્યાઓ માટે અનામતની જોગવાઈ કરવી. 2. સેવાઓ અને હોદ્દાઓ ઉપર નિમણૂકો કરતી વખતે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના દાવાઓ ધ્યાનમાં લેવા. 3. આયોગો અથવા ટ્રીબ્યુનલોની અધ્યક્ષતા અથવા સભ્યપદની પસંદગી