GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
અણુ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તમામ પદાર્થો ખૂબ જ નાના કણોના બનેલા હોય છે જેને અણુ કહે છે.
2. અણુઓને રાસાયણિક પ્રતિક્રિયામાં ઉત્પન્ન અથવા નાશ કરી શકાતા નથી.
3. અણુઓ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકતા નથી, તેઓ પરમાણુઓના સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે.
2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી.
3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.

ફક્ત 1
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પર્યાવરણ, વન અને જળવાયુ પરીવર્તન મંત્રાલય અનુસાર પાવરપ્લાન્ટના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વર્ગ A પાવર પ્લાન્ટ - નેશનલ કેપીટલ રીજીયન અને 10 લાખથી વધુ વસ્તુ ધરાવતા શહેરોની 10 કિ.મી. ત્રિજ્યામાં
2. વર્ગ B પાવર પ્લાન્ટ - ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તારો (critically polluted areas ) અથવા નોન એટેનમેન્ટ(non-attainment) શહેરોની 10 કિ.મી. ત્રિજ્યામાં
3. વર્ગ C પાવર પ્લાન્ટ – નદીપટની 10 કિ.મી. ત્રિજ્યામાં
4. વર્ગ D પાવર પ્લાન્ટ - વર્ગ A, B અને C માં આવતાં ના હોય એવા તમામ અન્ય પાવર પ્લાન્ટ

ફક્ત 3 અને 4
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તાજેતરમાં ભારતીય સૈન્યનું નીચેના પૈકી કયું લાંબા સમયથી સેવાઓ આપતું સંરક્ષણ સરંજામ સેવાઓમાંથી નિવૃત્ત (decommissioned) કરવામાં આવ્યું ?
1. કેટાપલ્ટ બંદુકો (Catapult Guns)
2. ટેમ્પેલા મોર્ટાર (Tampella Mortars)
3. હાવીટ્ઝર બંદુકો (Howitzer Guns)
4. થાર મોર્ટાર (Thar Mortars)

ફક્ત 1 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 2 અને 4
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બહુપરિમાણીય ગરીબી સૂચકાંક (Multidimensional Poverty Index) (MPI) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. શિક્ષણ, સ્વાસ્થ્ય અને જીવનધોરણ MPI ના ત્રણ પરિમાણો છે.
2. જીવનધોરણમાં કુલ 6 સૂચકો (indicators) છે.
3. ઉપરોક્ત ત્રણ પરિમાણોમાં જીવનધોરણનું પરિમાણ સૌથી વધુ વજન ધરાવે છે.
4. જો વ્યક્તિ વજનવાળા સૂચકો (weighted indicators) માં ઓછામાં ઓછા એક તૃત્તીયાંશ વંચિત (deprived) હોય તો તે બહુપરિમાણીય ગરીબ (Multidimensional Poverty) ગણાય છે.

1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP