GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતના નાગરિક તરીકે નોંધી શકાય ? 1. ભારતીય મૂળની એવી વ્યક્તિ કે જે નોંધણીની અરજી કર્યા પહેલાંના સાત વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસી તરીકે રહેતી આવી હોય. 2. ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિઓના સગીર બાળકો. 3. પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ કે જે ઓછામાં ઓછી દસ વર્ષથી ભારતના વિદેશી નાગરિક કાર્ડ ધારક તરીકે નોંધાયેલ હોય. 4. ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહારના કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો રોટા વાયરસ માટે સાચું / સાચાં છે ? i. તે નવજાત શિશુ અને બાળકોમાં તીવ્ર ટાઇફોઇડ થવાનું સૌથી સામાન્ય કારણ છે. ii. તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડે છે. iii. ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભારતમાં રેપો રેટ (Repo Rate) રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) કરતાં ઓછો છે. ii. ભારતમાં બેન્ક રેટ (Bank Rate) રેપો રેટ (Repo Rate) કરતાં વધારે છે. iii. ભારતમાં રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio) રેપો રેટ કરતાં ઓછો છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું યુગ્મ અને સાચી રીતે જોડાયેલું /જોડાયેલાં છે ? 1. નિરપેક્ષ નિષેધાધિકાર(Absolute veto) - વિધાન મંડળ દ્વારા પારિત કરવામાં આવેલ વિધેયકની મંજૂરી અટકાવી રાખવી. 2. શરતી નિષેધાધિકાર (Qualified veto) - તે વિધાન મંડળ દ્વારા ભારે બહુમતીથી સર્વોપરી થઈ શકે. 3. નિલંબન-મોકુફી નિષેધાધિકાર(Suspensive veto) - તો વિધાન મંડળ દ્વારા સામાન્ય બહુમતીથી સર્વોપરી થઈ શકે. 4. ખીસા નિષેધાધિકાર (Pocket veto) - તે સંસદ દ્વારા 2/3 બહુમતી તેમજ અડધા રાજ્યોના મત દ્વારા સર્વોપરી થઈ શકે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત સરકારે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર (Eco sensitive zone) તરીકે ઘોષિત કર્યો છે. આ અભયારણ્ય એ ___ નું નિવાસ સ્થાન છે. 1. Gangetic Dolphins 2. Gharials 3. Olive Ridleys 4. Long tailed monkeys