GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં EWS હેઠળના અનામત માંથી બાકાત રાખવાની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જો કોઈ પણ વ્યક્તિ 10 એકર અને તેથી વધુ ખેતીની જમીન ધરાવતા હોય. 2. 1000 ચો. ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંકનો ફ્લેટ ધરાવતા હોય 3. નોટિફાઇડ નગર પાલિકામાં 100 ચો.યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય. 4. નોટિફાઇડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200ચો. યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. અનુચ્છેદ 33એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી. 2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી. 3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં. 4. લશ્કરી કાયદો એ દેશના કોઇ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાવવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ અનુસાર હાલના બેરોજગારી / રોજગારીની દૈનિક સ્થિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. જે વ્યક્તિ એક કલાક માટે કામ કરે પણ ચાર કલાક કરતાં ઓછું કામ કરે તો તેણે અડધો દિવસ માટે કામ કર્યું હોવાનું ગણાશે. ii. જ્યારે વ્યક્તિ દિવસ દરમ્યાન ચાર કલાક કે તેથી વધારે કામ કરે તો તે આખા દિવસ માટે કાર્યરત છે એમ ગણાશે. iii. હાલનો દૈનિક સ્થિતિ બેરોજગારીનો દર કોન્ટ્રાક્ટ દર (Contract rate) છે.