GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ખડકો માટે સાચું / સાચાં છે ? 1. અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે. 2. અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે. 3. રેતાળ ખડકો એ વિકૃત ખડક છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો રોટા વાયરસ માટે સાચું / સાચાં છે ? i. તે નવજાત શિશુ અને બાળકોમાં તીવ્ર ટાઇફોઇડ થવાનું સૌથી સામાન્ય કારણ છે. ii. તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડે છે. iii. ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં સંસદીય પ્રણાલી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 1952 સુધી ભારતની સંવિધાન સભા એ કામ ચલાઉ સંસદ તરીકે કાર્યરત હતી. 2. વિધેયક કે જે ભારતના એકત્રિત ફંડ(Consolidated Fund of India)માંથી ખર્ચ કરવાનું થતું હોય, તેને રાષ્ટ્રપતિએ વિચારણા કરવા માટે ગૃહને ભલામણ કરી ન હોય, તો સંસદના બેમાંથી કોઈ ગૃહમાંથી પસાર કરી શકાય નહીં. 3. અધ્યક્ષ અથવા નાયબ અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ દ્વારા નામાંકિત કરવામાં આવેલી લોકસભાના 20 સદસ્યોની બનેલી સભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે. 4. સભાપતિ અથવા નાયબ સભાપતિની ગેરહાજરીમાં સભાપતિ દ્વારા નામાંકિત કરવામાં આવેલી રાજ્યસભાના 10 સદસ્યોની બનેલી ઉપસભાપતિ પેનલ એ ગૃહની અધ્યક્ષતા કરે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાઓ યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ? 1. વિટામીન A - પાકા પીળાં ફળો 2. વિટામિન B1 - ઈંડા 3. વિટામીન E - બદામ અને બીયાં 4. વિટામિન K - પાલક
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં EWS હેઠળના અનામત માંથી બાકાત રાખવાની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જો કોઈ પણ વ્યક્તિ 10 એકર અને તેથી વધુ ખેતીની જમીન ધરાવતા હોય. 2. 1000 ચો. ફૂટ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંકનો ફ્લેટ ધરાવતા હોય 3. નોટિફાઇડ નગર પાલિકામાં 100 ચો.યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય. 4. નોટિફાઇડ નગરપાલિકા સિવાયના ક્ષેત્રમાં 200ચો. યાર્ડ અને તેથી વધુ ક્ષેત્રફળ ધરાવતો રહેણાંક પ્લોટ ધરાવતા હોય