GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાત માટે “ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પોલીસી" –બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. રાજ્ય માટે ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પોલીસી તૈયાર કરવા 20 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરવો. 2. રાજ્યમાં લોજીસ્ટીક પરફોર્મન્સ ઈન્ડેક્ષ નિર્ધારીત કરવો. 3. કાયદાકીય અને સંસ્થાકીય ઓથોરીટીની રચના પોલીસીની અમલવારી તેમજ બીઝનેસ પ્લાન તૈયાર કરવાના ઉદ્દેશથી કરવી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
લોકસભાના અધ્યક્ષની સત્તાઓ અને કાર્યો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાયાં છે ? 1. લોક્સભાના વિસર્જન થયાથી, અધ્યક્ષ પોતાનો હોદ્દો ખાલી કરતા નથી અને નવી ચૂંટાયેલી લોકસભા મળે ત્યાં સુધી ચાલુ રહે છે. 2. લોક્સભાના અધ્યક્ષ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવાના આશય માટેના પ્રસ્તાવની ઓછામાં ઓછી 10 દિવસની નોટીસ આપવી પણ ફરજીયાત છે. 3. અધ્યક્ષ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન તેઓ મત આપી શકશે નહીં.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. વિધેયક કે જે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાજ્યસભામાં અનિર્ણિત હોય – રદ થાય 2. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિની સમંતિ માટે બાકી હોય – રદ થાય 3. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા પુનર્વિચાર માટે પરત કરવામાં આવ્યું હોય – રદ થાય. 4. વિધેયક રાજ્યસભામાં અનિર્ણિત હોય પરંતુ લોકસભા દ્વારા પસાર કરવામાં ના આવ્યું હોય – રદ ન થાય
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક પ્રોજેક્ટ માટે ચાર વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તે માટે P, Q, R, S, T, U અને V એમ કુલ-07 ઉમેદવારો ઉપલબ્ધ છે. તેમની બાબતમાં નીચે મુજબની વિગતો ધ્યાને લો. P અને Q સાથે કામ નહિ કરે. T અને R સાથે કામ નહિ કરે. U અને T સાથે કામ કરવા ઈચ્છે છે. તો નીચે પૈકી ક્યા ચાર વ્યક્તિઓની પસંદગી સૌથી વધુ સ્વીકાર્ય હોઈ શકે ?