GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે. 2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ક્લોનીંગ વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. માનવ ક્લોનીંગ સોમેટીક કોષ દ્વારા કરવામાં આવે છે. 2. સોમેટીક કોષ એટલે શુક્રાણુઓ અને ઈંડા સિવાયનો શરીરનો કોઉપણ કોષ 3. પ્રજનન ક્લોનીંગમાં નવસર્જીત ભૃણને ટેસ્ટ ટ્યૂબમાં મૂકવામાં આવશે. 4. ક્લીનીંગના કિસ્સામાં બાળક એ એક જ માતા/પિતાથી જન્મે છે અને તેના/તેણીના DNAનું વહન કરે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આમ આદમી બીમા યોજના બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારના વડાને વીમા કવચ પ્રદાન કરવામાં આવે છે. 2. પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાનરૂપે ચૂકવવામાં આવશે. 3. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવનાર છે તેની વય 18 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 4. કુદરતી મૃત્યુના કિસ્સામાં કુટુંબને રૂ. 30,000 મળશે.