GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સામાન્ય ચૂંટણીથી અલગ રીતે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા માટે મતદાર મંડળ (Electoral College) માં 50% + 1 મત મેળવવા જરૂરી છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે જેનો નિર્ણય આખરી ગણાય છે.
3. મતદાર મંડળ (Electoral College) અધૂરું હતું. તે આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી એ પડકારી શકાય નહીં.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સુભાષચંદ્ર બોઝ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. તેઓના રાજકીય ગુરુ સી.આર. દાસ હતા.
ii. તેઓએ 1939માં કોંગ્રેસ પ્રમુખ માટેના ગાંધીજીના પ્રતિનિધિ પટ્ટાભી સીતારામૈયાને હરાવ્યા હતા.
iii. તેઓનું સ્લોગન "ચલો દિલ્હી" હતું.
iv. રવીન્દ્રનાથ ટાગોરે તેઓને "દેશ નાયક" તરીકે નવાજ્યા હતા.

ફક્ત i,ii અને iii
ફક્ત i,iii અને iv
ફક્ત ii અને iii
i,ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કોરોના વાઈરસ બાબતે કયું / કયા સાચું / સાચાં છે ?

આપેલ બંને
કોરોના વાયરસ એ વાયરસોનો સમૂહ છે જે શરદીથી લઈને એકયૂટ રેસ્પેરોટરી સિન્ડ્રોમ સુધીની બીમારીનું કારણ છે.
નોવલ કોરોના વાયરસ (nCOV)એ નવો સ્ટ્રેઈન છે જેની મનુષ્યમાં ઓળખ થઈ નથી.
આપેલ પૈકી કોઇ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
બેન્કિંગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. વાણિજ્ય બેંકોનું નિયમન ચુસ્ત રીતે થાય છે જ્યારે શેડો બેન્કિંગ(Shadow banking) નું નિયમન યોગ્ય રીતે થતું નથી.
ii. વાણિજ્ય બેંકિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોય છે, જ્યારે શેડો બેન્કિંગના ઋણ (જવાબદારીઓ) નો વીમો હોતો નથી.
iii. વાણિજ્ય બેંકો જમાકર્તા સંસ્થાઓ (depository institutions) હોવાથી નાણાંનું સર્જન કરી શકતી નથી જ્યારે શેડો બેંકો નાણાંનું સર્જન કરી શકે છે.

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
i,ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં સોમવાર માટે કયો શબ્દ પ્રચલિત છે ?

દિતવાર
રાપચોરિયો
દેવનો
ગુજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
કાગળ પર જળરંગવાળું રાધાના વેશમાં કૃષ્ણનું રેખાંકન રાજસ્થાનમાં કઈ કલમ તરીકે ઓળખાય છે ?

કોટા કલમ
બુંદી કલમ
જયપુર કલમ
કિશનગઢ કલમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP