GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. હિરા ખૂબ જ ઊંચો ગલન આંક (Melting point) ધરાવે છે.
2. ગ્રેફાઈટ ઊંજણ (lubricant) તરીકે કાર્ય કરી શકે છે.
3. ગ્રેફિન (Graphene) એ શુધ્ધ કાર્બનનું પાતળું સ્તર છે.
4. ગ્રેફિન (Graphene) ગરમીનું સૌથી ખરાબ વાહક (conductor) છે.

1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (Targeted Public Distribution System) (TPDS) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. ભારત સરકારે TPDS 1997 માં શરૂ કરી.
2. આ યોજના હાલ ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવી છે – ગરીબી રેખાની નીચે, સમાન ગરીબી રેખા અને ગરીબી રેખાની ઉપર.
3. અંત્યોદય અન્ન યોજના, જેમની આવક વાર્ષિક રૂા. 15,000 થી ઓછી હોય, તેવા ગરીબી રેખાની નીચેના સમુદાયને આવરી લે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મોતિયા (Cataract) ના લક્ષણોમાં નિસ્તેજ રંગો દેખાવા, ઝાંખી દૃષ્ટિ, પ્રકાશની આસપાસ પ્રભામંડળનો સમાવેશ થાય છે.
2. આંખના લેન્સની કેન્દ્રીય લંબાઈ ગમે તેટલી હદ સુધી ઘટાડી શકાય છે.
3. નેત્રપટલ (retina) મોટી સંખ્યામાં પ્રકાશ સંવેદનશીલ કોષો ધરાવે છે કે જે તેના ઉપર પ્રકાશ પડતાં સક્રિય થાય છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
જેમને ઓછામાં ઓછા બે રંગ ગમતા હોય તેવા વિદ્યાર્થીઓનો, જેમને માત્ર એક જ રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓ સાથેનો ગુણોત્તર કેટલો થશે ?

આપેલ પૈકી કોઈ નહીં
21 : 61
27 : 73
27 : 53

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નોન પરફોર્મીંગ એસેટ્સ (Non-Performing Assets) (NPAs) બાબતે નીચેના પૈકી કયા યોગ્ય રીતે જોડાયેલા છે ?
1. સબ સ્ટાન્ડર્ડ એસેટ્સ (Substandard Assets) - જ્યારે NPAs ની વય 12 વર્ષ કે તેથી ઓછી થયેલી હોવી જોઈએ.
2. ડાઉટફુલ એસેટ્સ (Doubtful Assets) - જ્યારે NPAs ની વય 12 વર્ષથી વધુ થયેલી હોય.
3. લોસ એસેટ્સ (Loss Assets) - જ્યારે બેંકે લોસ (Loss) ને નિશ્ચિત કરી લીધું હોય પરંતુ તેને બંધ લેખિત (Written off) કરેલું ના હોય.
4. સ્ટ્રેસ્ડ એસેટ્સ (Stressed Assets) - NPAs+પુનર્ગઠીત લોન (Restructured loans) + બંધ લેખિત એસેટ્સ (Written off assets)

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP