GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. મુઘલ લઘુચિત્ર રંગકામ (Miniature painting) એ લોકપ્રિય લઘુચિત્ર (miniature) શાળાઓમાંની એક છે. 2. જયદેવનું ગીત ગોવિંદ એ બાશોલી રંગચિત્રમાં વર્ણવવામાં આવ્યું છે. 3. ‘‘અકબર હંટીંગ’’ એ લોકપ્રિય મુઘલ લઘુચિત્રોમાંનું એક છે. 4. ગુજરાતમાં લઘુચિત્ર રંગકામની પરંપરા પ્રચલિત હતી. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
74મા બંધારણીય સુધારા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ? 1. બંધારણનો ભાગ IX A એ શહેરી સ્થાનિક સંસ્થાઓને લગતો છે. 2. નગર પંચાયત એ ગ્રામીણ ક્ષેત્રમાંથી શહેરી ક્ષેત્રમાં પરિવર્તીત થઈ રહેલા ક્ષેત્રો માટે છે. 3. તે પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી તમામ નગરપાલિકાઓમાં વોર્ડ સમિતિઓના બંધારણની જોગવાઈ પૂરી પાડે છે. 4. કલમ 243-I અંતર્ગત નાણા આયોગની રચનાની જોગવાઈ કરવામાં આવી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.