સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
છાત્રાલયના માસિક ખર્ચનો એક ભાગ નિશ્ચિત છે. જ્યારે બાકીનો ભાગ કોઈ એક વ્યક્તિએ ભોજનાલયમાં જેટલાં દિવસ ભોજન લીધું હોય તેના પર આધારીત છે. કવન 25 દિવસ જમે છે અને તેણે રૂા.2200 છાત્રાલયના કુલ ખર્ચ તરીકે ચૂકવવાના થાય છે, જ્યારે કવિતા 20 દિવસ જમે છે અને તેણીએ રૂા.1800 છાત્રાલયનાં કુલ ખર્ચ તરીકે ચૂકવવાના થાય છે. આ છાત્રાલયના નિશ્ચિત માસિક ખર્ચની રકમ શોધો.
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ 3 આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ શૂન્ય આવે છે, તો તે સંખ્યા કઈ ?