GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં જંગલોની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. રાજ્ય કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં વિશાળ ઘાસના મેદાનો અને ઝાડી ઝાંખરાવાળા વન ધરાવે છે. 2. રાજ્યના પશ્ચિમ ભાગમાં દરિયાઈ નિવસન તંત્રો (ecosystems) જેવાં કે મેનગ્રુવ્ઝ, પરવાળાના ખરાબા અને દરિયાઈ ઘાસ આવેલાં છે. 3. ઉત્તરમાં પર્વતીય જંગલો જોવા મળે છે જ્યારે પૂર્વના વિસ્તારમાં ભેજવાળા પાનખર ઉષ્ણકટિબંધીય જંગલો જોવા મળે છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતમાં અંદાજપત્ર વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ઉધારેલ (charged) ખર્ચ સંસદ દ્વારા મતદાન પાત્ર નથી, સંસદમાં માત્ર તેની ચર્ચા જ થઈ શકે. 2. ભારતના એકત્રિત ફંડમાંથી કરેલા ખર્ચનું સંસદ દ્વારા મતદાન થવું જોઈએ. 3. રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થાં તથા તેમના કાર્યાલયને સંલગ્ન અન્ય ખર્ચા ઉધારેલ ચાર્જ(charged) ખર્ચ હેઠળ આવે છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારની જનની સુરક્ષા યોજના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? i. જનની સુરક્ષા યોજના એ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળની સલામત માતૃત્વ માટેની દરમ્યાનગીરી છે. ii. જનની સુરક્ષા યોજના અનુસાર ગુજરાત એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડીશા અને ઉત્તર પ્રદેશ સાથે ઓછી કામગીરી કરતાં રાજ્યોની શ્રેણી હેઠળ આવે છે. iii. જનની સુરક્ષા યોજનાનો મુખ્ય ઉદેશ ગરીબ ગર્ભવતી મહિલાઓમાં સંસ્થાકીય પ્રસુતિને ઉત્તેજન આપી માતા અને નવજાત શિશુનો મૃત્યુદર ઘટાડવાનો છે.