GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

અડાલજની વાવ
રાણીની વાવ
લાખોટા તળાવ
સહસ્ત્રલિંગ તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક છોકરી 6 સપ્ટેમ્બર, 1970ના દિવસે રવિવારે જન્મી હતી. તો તેનો જન્મ દિવસ ફરીથી રવિવારે કયા વર્ષમાં આવશે ?

1986
1988
1981
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા ગુજરાતી ભક્તિ કવિ 15મી સદીના છે ?
I. પ્રેમાનંદ ભટ્ટ
II. નરસિંહ મહેતા
III. દલપતરામ

ફક્ત II
ફક્ત I
ફક્ત II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. અખો ભગત
II. પ્રેમાનંદ
III. પ્રીતમ
IV. નરસિંહ મહેતા
a. હયહસ્તી રથ પાળા દીસે - બખતરીયા બિહામણા
b. ગેબી નિપજ થઈ પિંડ તણી, ત્યારે ત્યાં નોતો ધણી.
c. તીરે ઊભા જુએ તમાશો તે, કોડી નવ પામે જોને.
d. ખરચતા ગરથ ભંડાર ખૂટે તો, ખૂટજ્યો રે
સોનુ પિહરિતાં કાન તૂટે તો, ત્રૂટજયો રે

I-b, II-a, III-c, IV-d
I-c, II-d, III-a, IV-b
I-d, II-c, III-b, IV-a
I-a, II-b, III-c, IV-d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક બાઈકની કિંમત રૂ. 96,000 છે. તેની કિંમતમાં પહેલા વર્ષે 30% જેટલું અવમૂલ્યન થાય છે અને ત્યારપછીના દરેક વર્ષની શરૂઆતની કિંમતના 20% જેટલું અવમૂલ્યન થાય છે. તો બાઈકની ત્રણ વર્ષ પછીની કિંમત કેટલી થશે ?

રૂ. 48,000
આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 52,018
રૂ. 43,008

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના બંધારણના હેતુઓમાંનો એક "આર્થિક ન્યાય"ની જોગવાઈ ___ માં છે.

આપેલ તમામ
આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આમુખ અને મૂળભૂત હકો
મૂળભૂત હકો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP