GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. વડી અદાલતના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાઓનો ખર્ચ ભારતના એકીકૃત ભંડોળમાંથી કરવામાં આવે છે. 2. વડી અદાલતના કર્મચારી વર્ગના પગાર, ભથ્થા તેમજ પેન્શન તથા વહીવટી ખર્ચા રાજ્યના એકત્રિત ભંડોળમાંથી આવકારવામાં આવે છે. 3. વડી અદાલતના નિવૃત ન્યાયાધીશો સર્વોચ્ચ અદાલત સિવાયની અન્ય કોઈ અદાલતમાં પ્રેક્ટિસ કરી શકે નહીં.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે. 2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે. 3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગદર ચળવળ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? I. ફાળો ઉઘરાવવા અને ભારતમાંથી અંગ્રેજ રાજને ઉથલાવી દેવા માટે સમર્પિત એવા વિદેશી પંજાબીઓના ગઠબંધન તરીકે કેલિફોર્નિયામાં ગદર ચળવળ શરૂ થઈ. II. તેનું આયોજન અને નેતૃત્વ લાલા લાજપતરાય અને બિપીનચંદ્ર પાલ દ્વારા થયું હતું. III. પત્રિકાઓ છપાવવાનું તેમજ ભારતમાં ક્રાંતિ માટે હથિયારો અને સ્વયંસેવકો પણ મોકલવાનું આયોજન થયું હતું. IV. જોકે, 1920 ના દાયકા દરમ્યાન ગદર પાર્ટીનું પુનઃગઠન થયું અને તે ભારતની આઝાદીના સમય સુધી પંજાબી અને શીખ ઓળખના કેન્દ્રબિંદુ તરીકે ચાલુ રહી.