GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. વલ્લભીના મૈત્રક રાજવંશના સ્થાપક, ભટાર્કને ગુપ્ત સામ્રાજ્ય દ્વારા ગુજરાતમાં સરસેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. II. એરણના પથ્થર સ્તંભનો શિલાલેખ ગુપ્તાઓ અને મૈત્રકો વચ્ચેના 'પ્રખ્યાત યુદ્ધ'નો ઉલ્લેખ કરે છે. III. વલ્લભી રાજવી ધ્રુવસેન બીજો બુદ્ધગુપ્તનો સમકાલીન હતો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સર્વોચ્ચ અદાલતના સલાહ ક્ષેત્રાધિકાર વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. રાષ્ટ્રપતિ દ્વારા સલાહ-સૂચન માટે પૃચ્છા કરવામાં આવેલી કોઈપણ બાબત પર પોતાનો અભિપ્રાય આપવો સર્વોચ્ચ અદાલત માટે બંધનકર્તા છે. 2. સર્વોચ્ચ અદાલતને તેની સલાહ ક્ષેત્રાધિકાર સત્તા હેઠળ સોંપવામાં આવેલ કોઈપણ બાબતની સુનાવણી તેના ઓછામાં ઓછા પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ કરે છે. 3. સલાહ ક્ષેત્રાધિકાર હેઠળ કોઈપણ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય રાષ્ટ્રપતિને બંધનકર્તા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. નાટક I. હું જ સીઝર અને હું જ બ્રુટસ II. આખું આયખુ ફરીથી III. કુમારની અગાશી IV. રાજા મિડાસ નાટ્યકાર a. મધુ રે b. ચિનુ મોદી c. હસમુખ બારાડી d. લવકુમાર દેસાઈ