સમય અને કામ (Time and Work)
રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે. રાજેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસાં ખોદે છે. તો બંનેને ભેળા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ?
એક ખાડો ખોદવા લાગતો સમય = 24/5
પાંચ ખાડા ખોદતા લાગતો સમય = 24/5 × 5 = 24 દિવસ
સમય અને કામ (Time and Work)
મોહિત અને મનીષ એક કામ સાથે મળીને 8 દિવસમાં પૂર્ણ કરે છે, જો મોહિત એકલો તે કામ 12 દિવસમાં પુરું કરી શકતો હોય તો મનીષ તે કામ કેટલા દિવસમાં પુરું કરી શકે ?
સમય અને કામ (Time and Work)
A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પૂરૂ કરે છે. બંને સાથે કામ શરૂ ક૨ે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે બાકીનું કામ B 20 દિવસમાં પુરૂ કરે છે, તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ?
સમય અને કામ (Time and Work)
A અને B એક કામ 12 દિવસમાં કરી શકે છે. B અને C એક કામ 15 દિવસમાં કરી શકે છે. C અને A એક કામ 20 દિવસમાં કરી શકે છે. ત્રણેય ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય ?
સમય અને કામ (Time and Work)
પાણીના ટાંકા ઉપ૨ ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ?