GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I 1. ખારી નદી 2. દમણગંગા ૩. બનાસ 4. શંત્રુંજી યાદી-II a. મધુબન ડેમ b. અરબ સમુદ્રમાં મળે છે
c. ખંભાતના અખાતમાં મળે છે d. કચ્છના નાના રણમાં મળે છે
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આંતરરાષ્ટ્રીય અવકાશ મથક બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ISS એ અનેક અવકાશ સ્ટેશનોનો સમન્વય છે કે જે American Freedom, Russian Mir-2, European Columbus અને Japanese Kibo નો સમાવેશ કરે છે. 2. સ્ટેશન 278 કિમી અને 460 કિમીની વચ્ચે ભ્રમણકક્ષામાં જાળવવામાં આવે છે. ૩. ISS એ અતિ ઓછા ગુરૂત્વાકર્ષણ (microgravity) પર્યાવરણમાં સંશોધન પ્રયોગશાળા તરીકે કામ કરે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વિશ્વ રેડીયો દિવસ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? I. વિશ્વ રેડીયો દિવસ 13 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે. II. વિશ્વ રેડીયો દિવસનો વિષયવસ્તુ “ન્યુ વર્લ્ડ ન્યુ રેડીયો’’ હતું. III. UNESCO રેડીયો દિવસ 2021 ના ત્રણ પેટા વિષયવસ્તુ નિયત કરે છે – ઉત્ક્રાન્તિ (evolution), નવીનતા (innovation) અને જોડાણ (connection) IV. વિશ્વ રેડીયો દિવસની ઉજવણી 1948 થી શરૂ થઈ.