GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતના દરિયા કિનારા વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ભારતનો દરિયા કિનારો 9 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશોને સ્પર્શે છે. 2. પૂર્વના દરિયા કિનારામાં પૂર્વઘાટ તથા બંગાળની ખાડીનો સમાવેશ થાય છે અને તે ઉત્તરમાં ગંગાના મુખત્રિકોણ પ્રદેશથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 3. પશ્ચિમનો દરિયાકિનારો કચ્છના રણથી દક્ષિણમાં કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 4. પશ્ચિમનો દરિયાકિનારો બે ભાગમાં વિભાજીત થયેલો છે. કોંકણ દરિયાકિનારો અને આંધ્ર દરિયાકિનારો.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ફૂડ ઈરેડીએશન (Food irradiation) કરવા બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આયનાઈઝીંગ રેડીએશન (Ionizing radiation) લાગુ કરવાની આ તકનીક ખાદ્ય પદાર્થોની સુરક્ષા (Safety) માં સુધારો કરે છે, અને તે શેલ્ફ લાઈફ (Shelf life) માં વધારો કરે છે. 2. ફુડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયા એ ગરમીથી વિરૂધ્ધની એવી ઠંડી પ્રક્રિયા છે. ૩. ફૂડ ઈરેડીએશન કરવાની પ્રક્રિયામાં કોબાલ્ટ-60 મૂળભૂત તત્ત્વ તરીકે વપરાય છે. 4. આ પ્રક્રિયા ખોરાકમાં પહેલેથી જ રહેલા ઝેરી તત્ત્વો અને જંતુનાશકોનો નાશ કરી શકતા નથી.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
___ એટલે પ્રત્યેક દેશમાં ચીજવસ્તુઓની સેવાઓની એક સમાન માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરીત કરવું પડે.