GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની અગ્નિ-5 મિસાઈલ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. 5000 કિ.મી. કરતા વધુ પ્રહારક્ષમતા સાથે તે સમગ્ર એશિયા અને અડધા યુરોપને આવરી શકે છે. 2. આ મિસાઈલ ત્રણ તબક્કાની ઘન ઈંધણ ટેકનોલોજી ધરાવે છે. 3. અગ્નિ-5 જમીનથી જમીન (surface-to-surface) મિસાઈલ છે અને તે 2 મીટર પહોળુ અને 17 મીટર ઊચું છે અને 1.5 ટન સુધીનો પે-લોડ (payload) ખાસ કરીને ન્યુક્લિયર વોરહેડ (nuclear warheads) નું વહન કરવા સક્ષમ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
રાષ્ટ્રીય કટોકટી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. કટોકટીની ઘોષણા તેની તારીખથી એક મહીનાની અંદર સંસદના બંને ગૃહો દ્વારા મંજૂર થયેલી હોવી જોઈએ. 2. ”કટોકટી છ મહીના માટે ચાલુ રહે છે અને સંસદની મંજૂરી સાથે દર એક વર્ષ માટે અનિશ્ચિત મુદત માટે લંબાવી શકાય છે. 3. કટોકટીની ઘોષણને અથવા તેના ચાલુ રહેવાની મંજૂરી આપતો દરેક ઠરાવ સંસદના કોઈપણ ગૃહ દ્વારા સાદી બહુમતથી પસાર થયેલો હોવો જોઈએ.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભૂકંપના મોજાંઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. પ્રાથમિક અથવા લંબાત્મક મોજાઓ (P-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે. 2. ગૌણ અથવા આડા મોજાંઓ (S-waves) પ્રવાહી માધ્યમમાંથી પસાર થઈ શકતાં નથી. 3. સપાટીના મોજાંઓ (L-waves) ટૂંકી તરંગલંબાઈનાં અને ઉચ્ચાવૃત્તિવાળાં મોજાંઓ છે.