GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો સ્નાતકો દ્વારા ચૂંટવામાં આવશે. 2. આ સ્નાતકો પાંચ વર્ષથી સ્નાતકો હોવા જોઈએ અને રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ. 3. રાજ્ય વિધાન પરિષદના 1/2 સભ્યો માધ્યમિક ધોરણથી ઓછીના હોય તેવી રાજ્યની શાળાના ઓછામાં ઓછા ત્રણ વર્ષ શિક્ષક રહ્યાં હોય તેના દ્વારા ચૂંટવામાં આવશે. 4. રાજ્ય વિધાન પરિષદમાં શિક્ષક મતદાર વિભાગમાંથી વિશ્વ વિદ્યાલયોના શિક્ષકો મત આપવાની પાત્રતા ધરાવતા નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના વિવિધ ભંડોળ (Funds) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સરકારની તમામ આવકો અને ખર્ચા ભારતના એકત્રિત ભંડોળ, ભારતના આકસ્મિક ભંડોળ અને ભારતના જાહેર ખાતા (Public account) માં જમા કરવામાં અને ઉધારવામાં આવે છે. 2. આકસ્મિક ભંડોળમાંથી કોઈ પણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની મંજૂરીની જરૂર નથી. 3. ભારતના જાહેર ખાતામાંથી કોઈપણ રકમનો ઉપાડ કરવા માટે સંસદની પછીની મંજૂરી (post fact approval) જરૂરી છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતમાં જાહેર સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. 1974 માં કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A, ગ્રુપ B, ગ્રુપ C અને ગ્રુપ D માં વર્ગીકૃત કરવામાં આવી હતી. 2. હાલમાં ગ્રુપ A જુદી જુદી 91 સેવાઓનો સમાવેશ કરે છે. 3. ભારતના બંધારણના અનુચ્છેદ 310 અનુસાર અખિલ ભારતીય સેવા અને કેન્દ્રીય સેવાના અધિકારીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દા ઉપર રહી શકે છે. 4. રેલ્વે કર્મચારીવર્ગ સેવાઓ કેન્દ્રીય સેવાઓ ગ્રુપ A હેઠળ આવે છે.