GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રશિયા દ્વારા પરીક્ષણ કરવામાં આવેલા સુપર ટોરપીડો (Super Torpedo) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સુપર ટોરપીડોનું નામ Poseidon 2M39 રાખવામાં આવ્યું છે. 2. સુપર ટોરપીડો કિરણોત્સર્ગી સુનામી ઉત્પન્ન કરી શકે છે. 3. ટોરપીડો 100 MW પરમાણુ રીએક્ટર સાથે 100 knots ની ગતિ સુધી પહોંચી શકે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સિધ્ધપુર નજીક આવેલ સૂણક ગામના નીલકંઠ મહાદેવ મંદિર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તે વનરાજ ચાવડા દ્વારા બંધાવવામાં આવ્યું હતું. 2. એમાં ગર્ભગૃહ, મંડપ અને મુખમંડપ છે. 3. એનું શિખર ત્રિનાસિકા રેખાવાળું છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
“અર્થ અવર” (Earth Hour) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. અર્થ અવર માર્ચ મહીનાના છેલ્લા શનિવારના રોજ વાર્ષિક રીતે ઉજવવામાં આવે છે. 2. આ વર્ષના અર્થ અવરની વિષયવસ્તુ, “Responsibility towards Mother Earth” હતી. 3. અર્થ અવરની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રોના વિભાગ, ECOSOC દ્વારા કરવામાં આવી હતી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદમાં અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. કરવેરાને લગતો નાણાકીય ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી. 2. રાજ્યસભાને અનુદાનની માંગણી ઉપર મત આપવાનો અધિકાર નથી. 3. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર, ભથ્થાઓ અને પેન્શન ઉધારેલા ખર્ચ હેઠળ આવે છે. 4. ઉધારેલુ ખર્ચ સંસદના મતદાનને પાત્ર નથી.