નફો અને ખોટ (Profit and Loss)
એક સાયકલ તેની મૂળ કિંમત પર 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે. જો તે રૂ.990 જેટલી વધુ કિંમત લઈ વેચવામાં આવત તો 15% નફો થાત. તો આ સાયકલને કઈ કિંમત વેચવાથી 10% નફો થશે ?
નફો અને ખોટ (Profit and Loss)
પ્રકાશ એક ફેન્સી પેન રાધાને પડતર પર 20% નફો ચઢાવીને વેચે છે. રાધા આ જ પેન પોતાની પડતર કિંમત પર 25% નફો ચઢાવીને દીપકને વેચે છે. જો દીપક આ પેનના રૂપિયા 75 ચૂકવતો હોય તો પ્રકાશને આ પેન કેટલા રૂપિયામાં પડી હશે ?
X × 120/100 × 125/100 = 75
X = (75×100×100)/(120×125) = 50 રૂપિયા
નફો અને ખોટ (Profit and Loss)
એક સાઈકલની રોકડ કિંમત રૂા.1540 છે. હપ્તાથી ખરીદવામાં આવે તો ખરીદતી વખતે રૂા.400 રોકડા અને રૂા.625નો એક એવા બે હપ્તા ચૂકવતા હપ્તાની રીતમાં વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા ?
નફો અને ખોટ (Profit and Loss)
ભરતે એક જૂની સાઈકલ રૂ.82માં ખરીદી, તેને રીપેર કરાવાના અને રંગરોગાનના રૂ.14 ખર્ચ્યા. ભરતે તે સાઈકલ 108 માં વેચી, તો તેને કેટલા ટકા નફો થાય ?