GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બનાસ નદી બાબતે નીચેના પૈકી કયું વિધાન/ક્યા વિધાનો સત્ય છે ? 1. બનાસ નદી એ ગુજરાતમાં અરવલ્લીની ટેકરીઓમાંથી ઉદ્ભવે છે. 2. તેની લંબાઈ 266 કિ.મી. છે અને કુલ જલ સંગ્રહ વિસ્તાર (catchment area) એ 8674 ચો.કિ.મી. છે. 3. બનાસ નદીની ડાબી તરફની મુખ્ય ઉપનદી સિપુ છે અને બનાસ નદીની જમણી તરફની મુખ્ય ઉપનદી ખારી નદી છે. 4. આ નદી ઉપર દાંતીવાડા બંધ બાંધવામાં આવ્યો છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સોમનાથના મંદિર વિશે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ? 1. સોમનાથનું સૌ પ્રથમ મંદિર એ આશરે 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતું તેમ માનવામાં આવે છે. 2. ઈ.સ. 649માં વલ્લભીનીના રાજા મૈત્રે એ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો અને હયાત મંદિરના સ્થાને બીજું મંદિર બનાવ્યું. 3. પ્રતિષ્ઠા વંશના રાજા નાગ ભટ્ટ-બીજા એ ઈ.સ. 815માં રાતા પથ્થર (રેતીના પથ્થર) (sandstone) નો ઉપયોગ કરીને ત્રીજી વખત મંદિર બનાવ્યું. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો,
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
વિવિધ પ્રકારના ખડકો વિશે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સત્ય છે ? 1. અતિક્રમિત (Intrusive) આગ્નિકૃત ખડકો એ પ્લુટોનિક ખડકો તરીકે પણ જાણીતા છે. 2. જળકૃત ખડકો એ સ્તરીકૃત ખડકો કહેવાય છે. 3. આરસ, ગ્રેનાઈટ અને ક્વાર્ટઝાઇટ એ રૂપાંતરીત (Metamorphic) ખડકોના ઉદાહરણો છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.