GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણાકીય નીતિના ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે અને ભારતમાં રાજકોષીય નીતિનાં ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે.

રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી
ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી
નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક
પ્રધાનમંત્રી, નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના જોડકા જોડો.
યાદી I
i. પડતર હિસાબી પદ્ધતિ
ii. ભંડોળ પ્રવાહ પત્રક
iii. રોકડ પ્રવાહ પત્રક
iv. ગુણોત્તર વિશ્લેષણ
યાદી II
1. કાર્યશીલ મૂડીમાં ફેરફાર
2. તે ઉત્પાદન, વેચાણ અને વિતરણની કિંમત સંબંધિત છે
3. નાણાકીય વિશ્લેષણની મહત્વની પદ્ધતિ છે.
4. રોકડ અને રોકડ સમકક્ષ
નીચે આપેલા વિકલ્પ માંથી સાચો જવાબ પસંદ કરોઃ

i - 3, ii - 4, iii - 2, iv - 1
i - 2, ii - 1, iii - 4, iv - 3
i - 4, ii - 3, iii - 2, iv - 1
i - 4, ii - 3, iii - 1, iv - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આવક ગણતરી અને પ્રકટીકરણ ધોરણો-II (ICDS - II) ___ ને લાગુ પડે છે.

ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન
હિસાબી નીતિઓ
ઉપજનું સંપાદન
બાંધકામનો કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માંગ ની આગાહી ને લગતા નીચેનામાંથી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચા છે ?
આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો
I. ટૂંકાગાળાની માગની આગાહી મુખ્યત્વે રોજ-બરોજના નિર્ણય લેવા માટે જરૂરી છે.
II. લાંબા ગાળાની માગની આગાહી મુખ્યત્વે વ્યૂહાત્મક નિર્ણય લેવા માટે જરૂરી છે.
III. માંગની આગાહીની બિન-આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ કરતાં વધુ વિશ્વસનીય છે.
IV. માંગ ની આગાહીની ડેલ્ફી પદ્ધતિ નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે.

I, II અને IV
I અને IV
II અને IV
I, II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
શ્રીમાન ‘X’, રહીશ ને તેમણે તા. 01-04-2018 ના રોજ લીધેલ પોલીસીના પાકવા પર તારીખઃ 31-03-2021 ના રોજ રૂા. 4,50,000 મળવાપાત્ર થનાર છે, આ પોલીસી માટે વીમા રકમ રૂા. 4 લાખ છે અને વાર્ષિક પ્રિમિયમ રૂા. 1,25,000 છે. શ્રીમાન 'Z', રહીશને તેમણે તા. 01-10-2012 ના રોજ લીધેલ પોલીસીના પાકવા પર તારીખઃ 01-10-2020 ના રોજ રૂા. 95,000 મળવાપાત્ર થનાર છે, આ પોલીસી માટે વીમા રકમ રૂા. 90,000 છે અને વાર્ષિક પ્રિમિયમ રૂા. 10,000 છે. આવકવેરા ધારા અનુસાર કર કપાત કરવા અંગે આપનો અભિપ્રાય આપો.

શ્રીમાન ‘X’ અને શ્રીમાન 'Z’ ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની કોઈ જરૂરિયાત જણાતી નથી.
શ્રીમાન 'X'ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન ‘Z’ ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.
શ્રીમાન 'X’ અને શ્રીમાન ‘Z' ને પોલીસી પાકવા અંગે મળતી રકમમાંથી કર કાપવાની જરૂરિયાત જણાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP