GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય શૅરબજારના સંદર્ભમાં 1990 ના વર્ષમાં મહત્ત્વનું લક્ષણ એ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની ભારતીય શૅરબજારમાં ભાગીદારી છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) FIIs ને સપ્ટેમ્બર 1992 માં ભારતીય મૂડી બજારોમાં પ્રવેશની માન્યતા મળી હતી.
(II) FIIs ને ઓગસ્ટ 1993 થી સક્રિય રોકાણકારો બન્યા હતા.
(III) FIIs કે જે મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ અને દેશના ભંડોળોની કામગીરી ભારતીય મૂડી બજારોમાં કરી રહ્યા છે.
(IV) FIIs ને કારણે 2003 માં તેજીની દોડ આવી કે જેથી સરકાર પોતાના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને અમલમાં મૂકી શકી.
ઉપરનામાંથી કઈ / કયા વિધાનો / માહિતી સાચી / સાચાં છે ?

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (I), (II) અને (III) સાચાં છે.
બધા જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ચેન્નાઈના મિ. 'C' એ પોતાના દિકરાના એકાઉન્ટન્સીના કોર્સના ઓનલાઈન શિક્ષણ માટે ફી ચૂકવેલ છે કે જે ઓનલાઈન શિક્ષણ અમેરિકામાં સ્થાયી શિક્ષક દ્વારા મેળવેલ છે. શું આ ‘સપ્લાય’ છે ? જો ‘હા’ તો GST ચૂકવવા કોણ જવાબદાર છે ?
નીચેના પૈકી કયો / ક્યાં જવાબ / જવાબો સાચાં છે ?
(I) 'હા', એ સપ્લાય છે. તે સેવા એ ધંધા માટે નથી અથવા વ્યવસાયની સગવડતા માટે નથી.
(II) મિ. ‘C’ GST ચૂકવવા માટે જવાબદાર છે.

માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.
બંને ખોટાં છે.
માત્ર (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
જુદા-જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રને જુદી-જુદી રીતે વ્યાખ્યાયિત કર્યું છે. નીચે આપેલ અર્થશાસ્ત્રીઓ અને તેમની વ્યાખ્યાનો ભાવાર્થના જોડકાઓ છે. તેમાંથી કયું / કયાં જોડકું / જોડકાં સાચાં છે ?
(I) અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે – માર્શલ
(II) અર્થશાસ્ત્ર એ ભૌતિક કલ્યાણનું વિજ્ઞાન છે – રોબિન્સ
(III) અર્થશાસ્ત્ર એ પસંદગીનું વિજ્ઞાન છે – એડમ સ્મિથ

માત્ર (I)
માત્ર (III)
માત્ર (II)
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચે આપેલ પૈકી પ્રત્યક્ષ પડતર પધ્ધતિ અને સમાવેશી પડતર પધ્ધતિનો કયો તફાવત ખોટો છે ?

પ્રત્યક્ષ પડતર પધ્ધતિ જટિલ છે, જ્યારે સમાવેશ પડતર પધ્ધતિ સરળ છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિ સમતૂટબિંદુએ વેચાણ જથ્થાની ગણતરી સરળ બનાવે છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિ આ બાબતમાં મદદરૂપ નથી.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં આખર સ્ટોકના મૂલ્યાંકનમાં સ્થિર પડતરનો સમાવેશ થતો નથી, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં થાય છે.
પ્રત્યક્ષ પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થો બદલાતા નફો બદલાય છે, જ્યારે સમાવેશી પડતર પધ્ધતિમાં વેચાણ જથ્થા કરતા ઉત્પાદન જથ્થો બદલાતા નફો બદલાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કઈ આંતરિક ઑડિટની જરૂરિયાત નથી ?

પરંપરાગત વ્યવસાયિક પધ્ધતિઓ (મૉડૅલ્સ)
વ્યવસાયનું વધેલ કદ અને જટિલતા
જરૂરિયાતની અનુવૃત્તિ વધારવા
વધુને વધુ સ્પર્ધાત્મક વાતાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP