મધ્યક, મધ્યસ્થ અને બહુલક
20 અવલોકનોનો મધ્યક 10 છે. પાછળથી જણાયું કે એક અવલોકન 8 ખોટું લેવાયું છે તેના બદલે અવલોકન 12 લેવામાં આવે, તો નવો મધ્યક ___.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
એક બલ્બનું આયુષ્ય અંશતઃ અચળ અને અંશતઃ તેની સરેરાશ વપરાશના વ્યસ્ત ચલનમાં છે. બલ્બની સરેરાશ વપરાશ 10 કલાક હોય, ત્યારે બલ્બનું આયુષ્ય 810 ક્લાક છે. સરેરાશ વપરાશ 20 કલાકની હોય, તો બલ્બનું આયુષ્ય 805 કલાક થાય છે. જો બલ્બનું આયુષ્ય 1000 કલાકનું હોય તો તેની સરેરાશ વપરાશ કેટલી હશે ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
20 પ્રાપ્તાંકોનો મધ્યક 31 મળે છે. તેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 25ને બદલે 52 લેવાયો છે. તો સાચો મધ્યક શોધો.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?