GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. તમામ વીજચુંબકીય તરંગોમાં રેડીયો તરંગો સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે. 2. રેડીયો તરંગો ફક્ત અવાજનું પ્રસારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. 3. રેડીયો તરંગો પૃથ્વીના વાતાવરણમાં પસાર થાય છે અને એન્ટેના મારફતે વપરાશકર્તા દ્વારા ઝીલાય છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. મોટું આંતરડું પાણી અને વિટામિન શોષે છે અને ગુદામાર્ગમાં કચરો ઠાલવે છે. 2. ખોરાકનું રાસાયણિક પાચન નાના આંતરડામાં થાય છે. 3. ત્રણ મુખ્ય રૂપાંતરો (પ્રોટીન, ચરબી અને કાર્બોહાઈડ્રેટ્સ) નાના આંતરડામાં થાય છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
તાજેતરમાં શોધ કરવામાં આવેલાં નેનો યુરીયા પ્રવાહી (Nano Urea Liquid) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. દુનિયાનું સૌથી પ્રથમ નેનો યુરીયા પ્રવાહીનો આવિષ્કાર IFFCO દ્વારા કરવામાં આવ્યો હતો. 2. તેનો આવિષ્કાર IFFCO દ્વારા તેના કલોલ ખાતે આવેલાં એકમમાં કરવામાં આવ્યો હતો. ૩. તે IFFCO દ્વારા સંપૂર્ણ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યું છે.