GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. ધોરણ 8 માં છોકરાઓની સંખ્યા અને ધોરણ 7માં છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
Yએ કેટલીક રકમના 25% X ને આપ્યા. X એ પ્રાપ્ત કરેલ રકમમાંથી, તેણે 20% પુસ્તકો ખરીદવામાં અને 35% ઘડિયાળ ખરીદવામાં ખર્ચ કર્યા. દર્શાવેલ ખર્ચ કર્યા બાદ, X પાસે રૂ. 2,700 બચ્યા. તો Y પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. અનુચ્છેદ 33એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી. 2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી. 3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં. 4. લશ્કરી કાયદો એ દેશના કોઇ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાવવામાં આવે છે.