GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
જેમને ઓછામાં ઓછા બે રંગ ગમતા હોય તેવા વિદ્યાર્થીઓનો, જેમને માત્ર એક જ રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓ સાથેનો ગુણોત્તર કેટલો થશે ?

27 : 53
21 : 61
આપેલ પૈકી કોઈ નહીં
27 : 73

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદમાં અંદાજપત્ર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. કરવેરાને લગતો નાણાકીય ખરડો રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી.
2. રાજ્યસભાને અનુદાનની માંગણી ઉપર મત આપવાનો અધિકાર નથી.
3. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના પગાર, ભથ્થાઓ અને પેન્શન ઉધારેલા ખર્ચ હેઠળ આવે છે.
4. ઉધારેલુ ખર્ચ સંસદના મતદાનને પાત્ર નથી.

ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
એક સંખ્યા પહેલા 30% જેટલી ઘટાડવામાં આવે છે, ત્યારબાદ આ ઘટાડેલી સંખ્યા 25% જેટલી વધારવામાં આવે છે. પરિણામે મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 50 જેટલી ઓછી હોય તો મૂળ સંખ્યા કઇ હશે ?

200
આપેલ પૈકી કોઈ નહીં
400
800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના ક્ષય રોગ સૂચકાંક 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. સૂચકાંક અનુસાર લક્ષદ્વીપને ક્ષય રોગ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે.
2. રાષ્ટ્રીય ક્ષય રોગ નાબુદી કાર્યક્રમ હેઠળ 50 લાખથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ક્ષય રોગનો અંત લાવવામાં હિમાચલ પ્રદેશે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
3. ભારતે પણ 2025 સુધીમાં ક્ષય રોગ નાબુદી માટેનો નિર્ધાર કર્યો છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બહુપરિમાણીય ગરીબી સૂચકાંક (Multidimensional Poverty Index) (MPI) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. શિક્ષણ, સ્વાસ્થ્ય અને જીવનધોરણ MPI ના ત્રણ પરિમાણો છે.
2. જીવનધોરણમાં કુલ 6 સૂચકો (indicators) છે.
3. ઉપરોક્ત ત્રણ પરિમાણોમાં જીવનધોરણનું પરિમાણ સૌથી વધુ વજન ધરાવે છે.
4. જો વ્યક્તિ વજનવાળા સૂચકો (weighted indicators) માં ઓછામાં ઓછા એક તૃત્તીયાંશ વંચિત (deprived) હોય તો તે બહુપરિમાણીય ગરીબ (Multidimensional Poverty) ગણાય છે.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP