GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે. જેમને લાલ અને કાળો રંગ ગમતો હોય પરંતુ નારંગી રંગ ન ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને જેમને માત્ર નારંગી રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ?
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
તીજોરી બીલો (Treasury Bills) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ બિલો જોખમરહિત અને ખૂબ જ તરલ (highly liquid) ગણવામાં આવે છે. 2. આ બિલો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવે છે અને તેનું વેચાણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા કરવામાં આવે છે. 3. બેંક ઓફ ઈન્ડિયા તીજોરી બિલોને ખરીદી શકતી નથી, ફક્ત વાણિજ્ય બેંકો અને બિન બેંકીંગ નાણાકીય નિગમો (NBFCS) તેની ખરીદી કરી શકે છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ - ચિનાબ પુલ – બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ પુલ કોંકણ રેલ્વે કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવી રહ્યો છે. 2. ચિનાબ પુલ ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલલીંક પ્રોજેક્ટનો ભાગ છે. 3. આ પુલ ચિનાબ નદી ઉપર બાંધવામાં આવી રહ્યો છે અને તે એફીલ ટાવર કરતા પણ ઊંચો છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત વિસ્તારોના વહીવટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જે તે રાજ્યની ધારાસભાની સાથે પરામર્શ કરીને રાષ્ટ્રપતિ અનૂસૂચિત વિસ્તારોના ક્ષેત્રફળમાં વધારો અથવા ઘટાડો કરવાની સત્તા ધરાવે છે. 2. અનુસૂચિત વિસ્તારો ધરાવતા દરેક રાજ્યએ આદિજાતિ સલાહકાર કાઉન્સિલની સ્થાપના કરવાની રહેશે. 3. આદિજાતિ સલાહકાર કાઉન્સિલ 20 સભ્યોની બનેલી હશે.