નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય ?
નફો અને ખોટ (Profit and Loss)
કોઈ મશીનની મૂળ કિંમત ઉપર 25% વધુ ચઢાવીને છાપેલી કિંમત નક્કી કરવામાં આવે છે. અને છાપેલી કિંમત ઉપર 20% કમિશન આપવામાં આવે તો શું થાય ?
મૂળ કિંમત = 100
છાપેલી કિંમત = 125
વેચાણ કિંમત = 100
મૂળ કિંમત પર 25% વધુ = 100 × 25/100 = 25
છાપેલી કિંમત પર 20% કમિશન = 125 × 20/100 = 25
મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને સરખી છે. તેથી 0% નફો થાય.
નફો અને ખોટ (Profit and Loss)
એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
ભરતે એક જૂની સાઈકલ રૂ.82માં ખરીદી, તેને રીપેર કરાવાના અને રંગરોગાનના રૂ.14 ખર્ચ્યા. ભરતે તે સાઈકલ 108 માં વેચી, તો તેને કેટલા ટકા નફો થાય ?