GPSC PI Prelim Exam Paper 03 January 2021
45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં, છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 5:4 છે. છોકરાઓની સરેરાશ ઉંમર વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 22.5 વર્ષ છે. વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે પૂંચી આયોગની ભલામણો છે ? 1. પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોનો ક્રમાનુવર્તી ફેરફાર કરવા બાબતનો વિચાર. 2. સમવર્તી સૂચિના કાયદાઓની બાબતમાં સંઘએ રાજ્યોના સલાહ-સૂચન લેવા આવશ્યક છે. 3. રાજ્યપાલની મુદ્દત એ પાંચ વર્ષ માટેની સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પદભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઇચ્છાશક્તિ અનુસાર હોવી ન જોઈએ. 4. આ આયોગ દ્વારા 'સ્થાનિક કટોકટી' નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગ રૂપ નથી ? 1. ન્યાય માટેની અસરકારક સુગમતા (Effective Access to Justice) 2. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા 3. સંવિધાનની સુધારણા માટે સંસદની મર્યાદિત સત્તા 4. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. ધોરણ 7, 8 અને 9 ના કુલ છોકરાઓની સંખ્યાની સરેરાશ અને ધોરણ 6, 7 અને 8 ની કુલ છોકરીઓની સંખ્યાની સરેરાશનો તફાવત આશરે કેટલો છે ?