સમય અને અંતર (Time and Distance)
એક વ્યક્તિ જતી વખતે ચાલતો જાય છે. અને પરત આવતી વખતે સ્કુટર પર આવે છે. તો પ્રવાસ માટે તેને 6 કલાક થાય છે. તે વ્યક્તિ જતા અને આવતા ચાલે 10 કલાક થાય છે. જો તે આવતા જતા સ્કુટર પર સવારી કરે તો કેટલો સમય લાગશે ?
ધારો કે ચાલવામાં x કલાક થાય અને સ્કુટર પર y ક્લાક થાય છે. x + y =6...(1) x + x = 10...(2) 2x = 10 x = 5 x ની કિંમત સમીકરણ(1) માં મૂકતા 5 + y = 6 y= 6-5 = 1 જો તે સ્કુટર પર જાય અને પરત આવે તો y + y = 1 +1 = 2 કલાક થાય.
સમય અને અંતર (Time and Distance)
અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશન પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 Km/hr ની ઝડપે ચાલે છે. તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ?
5 અને 6 નો લ.સા.અ. 30 થાય તેથી કુલ અંતર = 30 કિ.મી.
5 કિ.મી./કલાકની ઝડપે લાગતો સમય =30/5 = 6 કલાક 6 કિ.મી./કલાકની ઝડપે લાગતો સમય = 30/6 = 5 કલાક સમયનો તફાવત = 6-5 = 1 કલાક = 60 મિનિટ
60 મિનિટ → 30 કિ.મી.
15 મિનિટ → (?) 15/60 × 30 = 7.5 કિ.મી.
સમય અને અંતર (Time and Distance)
એક વ્યકિતને એક ચોક્કસ અંતર ચાલતાં જઈ અને સાયકલ પર પાછો આવતા 5 ક્લાક 45 મિનિટ લાગે છે. જો તે જતાં આવતાં બન્ને વખત સાયકલ પર ગયો હોય, તો બે કલાક ઓછા થયા હોત. તે જતાં આવતાં બન્ને વખત ચાલતાં જાય તો કેટલો સમય લાગે ?
સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેન 81 Km/hr ગતિથી ચાલે છે. તે રેલ્વે ટ્રેકની બાજુમાં ઉભેલા એક વ્યક્તિને 12 સેકન્ડમાં પાર કરે છે. ટ્રેનની લંબાઈ શોધો.
સમય અને અંતર (Time and Distance)
બે સ્ટેશનો A અને B વચ્ચેનું અંતર 778 Km છે. એક ટ્રેન A થી B ની યાત્રા 84 Km/hr ની ઝડપે પૂરી કરે છે. અને 56 Km/hr ની ઝડપે A તરફ પરત ફરે છે. તો સમગ્ર યાત્રા દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી હશે ?