નળ અને ટાંકી (Cistern)
એક ટાંકીને બે નળ છે. પહેલો નળ ટાંકીને 6 કલાકમાં ભરી શકે છે, જ્યારે બીજો નળ ટાંકીને 15 કલાકમાં ખાલી કરી શકે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલા સમય લાગે ?
નળ અને ટાંકી (Cistern)
બે નળથી એક ટાંકી ભરાતા અનુક્રમે 10 અને 8 કલાક લાગે છે. ત્રીજા નળ દ્વારા ટાંકી ખાલી થતા 15 કલાક લાગે છે. તો જો તમામ નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે ?
પહેલો નળ એક કલાકમાં 1/10 ભાગ ભરશે.
બીજો નળ એક કલાકમાં 1/8 ભાગ ભરશે.
ત્રીજો નળ એક કલાકમાં 1/15 ભાગ ખાલી કરશે.
1/10+1/8-1/15 =(12+15-8)/120 = (27-8)/120 =19/120 ટાંકી ભરાતા લાગતો સમય = 120/19 = 6(6/19) કલાક
નળ અને ટાંકી (Cistern)
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરાતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજના કારણે કેટલા સમયમાં ખાલી થશે ?
જો લીકેજ ટાંકીને x કલાકમાં ખાલી કરી શકે તો 1 કલાકમાં 1/x ખાલી કરે.
જો નળ અને લીકેજ બંને ચાલુ હોય તો 6 + 1 = 7 કલાક લાગે.
1/6 - 1/x = 1/7
1/6 - 1/7 = 1/x
1/x = (7-6)/(7×6) = 1/42
x = 42 કલાક
નળ અને ટાંકી (Cistern)
એક ટાંકી ઉપરના નળથી ભરાતાં 4 કલાક લાગે છે. અને તળિયાના નખથી ખાલી થતા 6 કલાક લાગે છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલી કલાકમાં ભરાશે ?
નળ અને ટાંકી (Cistern)
પાઈપ A અને પાઈપ B ને એક ટાંકી ભરતાં અનુક્રમે 20 મિનિટ અને 30 મિનિટ લાગે છે. જો બંને પાઈપ સાથે વાપરવામાં આવે તો ટાંકી ભરતા કેટલો સમય લાગે ?
નળ A એક મિનિટમાં 1/20 ભાગ ભરશે.
નળ B એક મિનિટમાં 1/30 ભાગ ભરશે.
1/20 + 1/30 = (3+2)/60 = 1/12 = 12 મિનિટ થશે.
નળ અને ટાંકી (Cistern)
બે પાઈપ 'A' અને ‘B' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઈપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ?