સમય અને કામ (Time and Work)
'અ' એક કામ 16 દિવસમાં, 'બ' એ જ કામ 12 દિવસમાં પૂર્ણ કરી શકે છે. 'અ’, ‘બ’ અને ‘ક’ મળીને આ કામ 4 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તો આ કામ ‘ક’ એકલો કેટલા દિવસમાં કરી શકશે ?
A નું 1 દિવસનું કામ = 1/16
B નું 1 દિવસનું કામ = 1/12
ધારો કે C ને X દિવસ લાગતા હોય તો તેનું 1 દિવસનું કામ =1/X બધાનું ભેગા મળી 1 દિવસનું કામ = 1/4
1/16 + 1/12 + 1/X = 1/4
1/X = 1/4 - 1/16 - 1/12
1/X = 12-3-4 / 48
1/X = 5/48
X = 48/5 = 9(3/5) દિવસ
સમય અને કામ (Time and Work)
રોહિત એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. જ્યારે તે જ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે 15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂ. ?
સમય અને કામ (Time and Work)
એક ફેકટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન ૫૨ રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ ક૨તા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?
સમય અને કામ (Time and Work)
મહેશ, શિવ કરતાં બે ગણી ઝડપે કામ કરે છે. જો બંને મળીને એક કામ 15 દિવસમાં પુરું કરતાં હોય તો શિવ તે કામ કેટલા દિવસમાં પુરું કરશે ?