સમય અને કામ (Time and Work)
ત્રણ પુરૂષ, ચાર સ્ત્રી અને છ બાળકોને એક કામ પૂરું કરતાં 7 દિવસ લાગે છે. એક સ્ત્રી એક પુરૂષ કરતાં બમણું અને એક બાળક એક પુરૂષ કરતાં અડધું કામ કરે છે. જો એકલી સ્ત્રીઓએ આ કામ 7 દિવસમાં પુરું કરવાનું હોય તો કેટલી સ્ત્રીઓની જરૂર પડે ?
સમય અને કામ (Time and Work)
A એક કામ 15 દિવસમાં અને B તેજ કામ 20 દિવસમાં પુરું કરી શકે છે. તે ભેગા મળી 4 દિવસ કામ કરે છે. તો કેટલું કામ બાકી રહ્યું હશે ?
1/15 + 1/20 = 4+3/ 60 = 7/60
1 દિવસમાં બંને ભેગા મળી 7/60 કામ કરી શકે. તો 4 દિવસમાં 4 × 7/60 = 7/15 કામ થાય.
બાકીનું કામ = 1 - 7/15 = 15-7 / 15 = 8/15
સમય અને કામ (Time and Work)
એક હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીને 40 દિવસ ચાલે તેટલો અનાજ પુરવઠો છે. 4 દિવસ પછી 20 વિદ્યાર્થી ચાલ્યા ગયા. હવે કેટલા દિવસ અનાજ પુ૨વઠો ચાલશે ?
સમય અને કામ (Time and Work)
A એક કામ 12 દિવસમાં અને B તેજ કામ 15 દિવસમાં પૂરું કરે છે. બંને 4 દિવસ સાથે કામ કરે છે. પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B એકલો પુરૂ કરે છે. કામ કુલ કેટલા દિવસ ચાલ્યું ?