GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક સંખ્યા 81943275 ના પ્રથમ અને પાંચમા અંકની અદલાબદલી કરવામાં આવે છે. તેજ રીતે, બીજા અને છઠ્ઠા અંકની અને એ જ રીતે આગળ ચોથા અને આઠમા અંક સુધીના અંકોની આદલા બદલી કરવામાં આવે છે. તો આ અદલા બદલી બાદ જમણા છેડાથી ત્રીજો અંક કયો હશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
પુષ્ટિમાર્ગ સંપ્રદાયના આદ્યસ્થાપક વલ્લભાચાર્યજીએ ગુજરાતમાં કૃષ્ણ ભક્તિની સાથે સંગીત મહિમા વધાર્યો. આ સંદર્ભે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. સંગીત દ્વારા સંપ્રદાયના ઘણા તત્વો લોકો સુધી પહોંચી શક્યા. ii. વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાવા લાગ્યું. iii. તેઓ "સંગીત નહીં તો સંપ્રદાય નહીં" એ મતના પુરસ્કર્તા હતા.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી. Q કયા માળ પર રહે છે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
દૂધ અને પાણીના 3:1 પ્રમાણના 24 લિટરના મિશ્રણમાં 8 લિટર પાણી ઉમેરવામાં આવે છે. તો પરિણામે મળતા મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું થશે ?
GPSC PI Prelim Exam Paper 03 January 2021
કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે 42 નારંગી વહેંચવામાં આવે છે. જો દરેક છોકરો 3 નારંગી મેળવે, તો દરેક છોકરીના ભાગે 6 આવે છે. પરંતુ જો દરેક છોકરો 6 નારંગી મેળવે અને દરેક છોકરી 3 નારંગી મેળવે તો વધારાની 6 નારંગીની જરૂર પડશે. તો છોકરીઓની સંખ્યા કેટલી હશે ?